Friday, November 27, 2009

EDUCATION , આધુનિક, શિક્ષણ

એક બોધકથા


જંગલના ભણેલા પ્રાણી પક્ષીઓ એકઠા થયા. એમને લાગતુ હતું કે એમના બચ્ચાંઓ નવી દુનિયા સાથે તાલમેલ સાધી શકતા નથી. આથી બચ્ચાંઓનો સર્વાંગી વિકાસ થાય તેવી એક આધુનિક શાળા શરુ કરવામાં આવી. બચ્ચાંઓમાં બધા જ પ્રકારની શક્તિઓ ખીલે એ માટે વ્યાપક પાઠ્યક્રમ તૈયાર કરવામાં આવ્યો.

એક વર્ષ સુધી બચ્ચાંઓને સઘન શિક્ષણ આપ્યાપછી બચ્ચાંઓના પ્રગતિપત્રકો જોવામાં આવ્યા. પરિણામ નિરાશાજનક હતું. એક બચ્ચું (બતક) તરવામાં પ્રથમ હતુ પણ એ દોડવામાં ખૂબ નબળું હતું. આથી તેને (બતકને) બીજા વર્ષે શાળાસમય પછી ખાસ તાલીમ આપવામાં આવી. દોડી દોડીને તેના પગ ખલાસ થઇ ગયા,એથી હવે તે તરતાં પણ ભૂલી ગયું.

બીજું બચ્ચું (સસલું) દોડવામાં નિષ્ણાંત હતું પણ તરણમાં નાપાસ થયું.

ત્રીજું બચ્ચું (ખિસકોલી) ઝાડ પર સડસડાટ ચઢતુ હતું પણ ઉડવાની પરીક્ષામાં નાપાસ થયું.

યાદ છે ને, બોધકથાનો ઉદ્દેશ ? હવે તમે જ આ કથાનો બોધ લખો>>....